Breaking News: રાજકોટ-ગોંડલમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’ – જુઓ Video

Breaking News: રાજકોટ-ગોંડલમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’ – જુઓ Video

| Updated on: Sep 14, 2026 | 4:55 PM

લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ વરસાદથી લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે, સાથે જ ખેડૂતોના ઊભા પાકને પણ જીવનદાન મળ્યું છે. જો કે, રાજકોટવાસીઓ હજુ વધુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ઘણા લાંબા વિરામ બાદ રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. રાજકોટના કોટેચા ચોક અને રેસકોર્સ માર્ગ જેવા મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની ગતિ ધીમી પડી હતી.

આજે એટલે કે 14 સપ્ટેમ્બરે બપોરના સમયે અચાનક વરસેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઘણા સમયથી અનુભવાતી ઉકળાટભરી ગરમીથી રાહત મળી છે. જો કે, વરસાદે હાલ પૂરતો વિરામ લીધો છે પરંતુ રાજકોટવાસીઓ હજુ પણ સારા અને અવિરત વરસાદની આશા રાખી રહ્યા છે.

બીજી તરફ, ગોંડલમાં પણ મેઘમહેર થતા ખેડૂતોના ઉભા પાકને જાણે નવજીવન મળ્યું છે. છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટા બાદ આ વરસાદે ખુશીનો માહોલ સર્જ્યો છે.

Breaking News: નડિયાદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી, ધારાસભ્યના ઘર સામે જ કેડસમા પાણી ભરાયા – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.