Rajkot : લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ અખાદ્ય હિંગ, 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ કર્યો નાશ, જુઓ Video

Rajkot : લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ અખાદ્ય હિંગ, 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ કર્યો નાશ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 09, 2025 | 2:56 PM

ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાંથી અખાદ્ય હિંગ ઝડપાઈ છે. બાતમીના આધારે ફૂડ વિભાગની નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરી છે. તપાસના ધમધમાટ વચ્ચે અનેક બેદરકારી સામે આવી છે.

ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાંથી અખાદ્ય હિંગ ઝડપાઈ છે. બાતમીના આધારે ફૂડ વિભાગે નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરી છે. તપાસના ધમધમાટ વચ્ચે અનેક બેદરકારી સામે આવી છે.

ગંદકી વચ્ચે જ હીંગ બનાવવાનું રો- મટીરિયલ રખાયાનો ખુલાસો થયો છે. હિંગને આકર્ષક બનાવવા પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરાતો હતો. હિંગમાં મોટાપાયે ચોખા, સ્ટાર્ચ, સિંદૂરી બીજના પાવડરની ભેળસેળ થતુ હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે 110 કિલો હિંગના જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. સ્વચ્છતા, યોગ્ય સ્ટોરેજ અને લાઈસન્સ બાબતે નોટિસ ફટકારી છે. સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ભેળસેળયુક્ત હિંગ હોવાનો ખુલાસો થયો છે.

પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત

બીજી તરફ આ અગાઉ સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ બોલાવી હતો.  પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપસાનો ધમધમાટ કરવામાં આવ્યો હતો. પાંડેસરાના વડોદગામ અને પુણાગામમાં મનપા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતો. બાફેલા બટાટા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. સ્થળ પર જ સડેલા બટાટા અને પુરીઓના જથ્થાનો નાશ કરાયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો