રાજકોટ: પહેલા આવાસ હવે ઓરડી કૌભાંડ,18 ઓરડી ભાડે આપ્યાનો ખુલાસો, TPO શાખાની તપાસમાં થયો ખુલાસો

|

Mar 19, 2024 | 11:59 PM

રાજકોટમાં પહેલા સરકારની આવાસ યોજનામાં ખુદ કોર્પોરેટર દ્વારા ગોબાચારી કરવામાં આવી. જે બાદ હવે ઓરડી કૌભાંડ સામે આવ્યુ છે. ટીપીઓની તપાસમાં ખૂલાસો થયો છે કે 18 જેટલી ઓરડી ભાડે આપી ગેરકાયદ પ્રવૃતિઓ થતી હતી.

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરે આવાસ યોજનામાં પોતાના સગા સંબંધીઓને આવાસ ફાળવી દીધાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક ઓરડી કૌભાંડ સામે આવ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાના TPO વિભાગની તપાસમાં ખૂલાસો થયો છે કે 18 જેટલી ઓરડી ભાડે આપી દેવાઈ હતા. જેમા ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાનો ખૂલાસો થયો છે. 8 શખ્સોના નામે અન્ય સ્થળે મકાન હોવા છતા ઓરડીઓ ભાડે ચડાવી હતી. ઓરડી કૌભાંડ આચરનારા આ 8 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના પગલાં લેવાય તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર રિપોર્ટના આધારે કાયદાકીય પગલાં લેશે.

Next Video