રાજકોટ: ખેડૂતોની મદદે આવ્યા કાંધલ જાડેજા, કુતિયાણા, માણાવદર, પોરબંદરના ખેડૂતોને મળશે સિંચાઈનુ પાણી- વીડિયો

રાજકોટ: ખેડૂતોની મદદે આવ્યા કાંધલ જાડેજા, કુતિયાણા, માણાવદર, પોરબંદરના ખેડૂતોને મળશે સિંચાઈનુ પાણી- વીડિયો

| Edited By: | Updated on: Nov 26, 2023 | 12:22 AM

રાજકોટ: ભાદર 2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર 2 ડેમમાંથી 16 હજાર ક્યુસેક પાણી છોડવામાંઆવ્યુ છે. આ પાણી છોડવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ 3.41 લાખ રૂપિયા આપ્યા હતા. જેનાથી કુતિયાણા, માણાવદર અને પોરબંદરના ખેડૂતોને લાભ મળશે.

પોરબંદરના કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા કરી આપી છે. ધારાસભ્યની રજૂઆત બાદ આજે ભાદર-2 ડેમમાંથી 16 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી કુતિયાણા, માણાવદર અને પોરબંદરના અનેક ગામોને સિંચાઈના પાણીનો લાભ મળશે.

કાંધલ જાડેજાએ પાણી માટે ચુકવ્યા 3.41 લાખ

આ પાણી માટે કાંધલ જાડેજાએ 3.41 લાખ રૂપિયા ચૂકવ્યા છે. મહત્વનું છે કે ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવા માટે કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગમાં પૈસા ભરીને પાણી છોડવાની રજૂઆત કરી હતી. જેની મંજૂરી મળતાં આજે પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: રાજકોટ: 1 ગ્લાસ દૂધના 150થી 200 રૂપિયા વસુલતી ડેઝર્ટ એન્ડ શેકમાં દરોડા, 20 લીટર એક્સપાયર થયેલુ મળ્યુ દૂધ- વીડિયો

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 26, 2023 12:21 AM