રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે અંજલિ રૂપાણીએ કર્યો પ્રચાર, દિવંગત વિજય રૂપાણી વિશે કહી આ મોટી વાત- Video

| Edited By: | Updated on: Apr 19, 2026 | 6:02 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં એડીચેટીનું જોર લગાવી રહ્યા છે. આ તરફ રાજકોટમાં વોર્ડ નંબર 10ના ઉમેદવારો માટે દિવંગત પૂર્વ CM વિજય રૂપાણીના પત્ની પણ ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ જોડાયા. વોર્ડ નંબર 10ના ઉમેદવારો માટે અંજલિબેને ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને જંગી લીડથી ભાજપને મત આપવાની અપીલ કરી. આ સાથે તેમણે જણાવ્યુ કે તેમના વોર્ડમાં લોકોને કોઈ ફરિયાદ નથી. વર્ષોથી આ વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે અને રહેશે. પ્રચાર દરમિયાન પણ લોકો ઘણા ઉત્સાહિત છે અને આવકારી રહ્યા છે. વર્ષોથી લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપને જ વિજયી બનાવશે.

ઉલ્લેખનીય છે કે દિવંગત વિજય રૂપાણીના અવસાન બાદ આ પહેલી ચૂંટણી છે અને અંજલિબેન કાર્યકરો સાથે એકલા પ્રચારમાં જઈ રહ્યા છે ત્યારે તેમણે વિજય રૂપાણીને ખાસ યાદ કર્યા. તેમણે કહ્યુ તેમની ખોટ મને વ્યક્તિગત રીતે તો હરહંમેશ રહેવાની છે પરંતુ કાર્યકર્તાઓ પણ તેમને બહુ યાદ કરી રહ્યા છે. કારણ કે તેમનુ વ્યક્તિત્વ જ એવુ મળતાવડુ હતુ કે જેમને પણ મળે તેમને પોતાના કરી લેવાની આવડત એમનામાં હતી. દરેક કાર્યકર્તા અને સામાન્ય નાગરિક પણ એંમનાથી અભિભૂત હતા અને હજુ પણ લોકો એમને ખરા દિલથી યાદ કરે છે.

Input Credit- Ronak Majithia- Rajkot 

IMF રેન્કિંગમાં ભારતીય અર્થવ્યવસ્થા ચોથા સ્થાનેથી ઘટીને છઠ્ઠા સ્થાને પહોંચી, રિવર્સ ગિયરમા જવા પાછળના કારણો- વાંચો

 

Follow Us