રાજકોટ : લક્ષ્મીનગર અંડરબ્રિજનું CMના હસ્તે લોકાર્પણ, વિજય રૂપાણી અમારા હૃદયમાં છે : અરવિંદ રૈયાણી

રાજકોટ : લક્ષ્મીનગર અંડરબ્રિજનું CMના હસ્તે લોકાર્પણ, વિજય રૂપાણી અમારા હૃદયમાં છે : અરવિંદ રૈયાણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 12:12 PM

કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે આવો કોઈ પ્રોટોકોલ હોતો નથી. વિજય રૂપાણી અને તેમના સમર્થકોનું પોતાના મતવિસ્તારમાંથી જ નામ બાકાત રાખવામાં આવી રહ્યું છે. ભાજપની આંતરિક જૂથબંધી હવે ખુલીને સામે આવી રહી છે.

રાજકોટના (Rajkot) લક્ષ્મીનગર અંડરબ્રિજનું (Laxminagar Underbridge) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)લોકાર્પણ કર્યું. આ ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું (Vijay Rupani) નામ ન હોવા મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. તો પ્રધાન અરવિંદ રૈયાણીએ સ્પષ્ટતા કરી કે વિજય રૂપાણી અમારા હ્યદયમાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના મારા જેવા અનેક કાર્યકરોનું વિજય રૂપાણીએ ઘડતર કર્યું છે. અરવિંદ રૈયાણીએ કહ્યું કે પ્રોટોકોલ પ્રમાણે નામ લખવામાં આવ્યું નથી. ભાજપમાં કોઈ જૂથવાદ નથી.

તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે આવો કોઈ પ્રોટોકોલ હોતો નથી. વિજય રૂપાણી અને તેમના સમર્થકોનું પોતાના મતવિસ્તારમાંથી જ નામ બાકાત રાખવામાં આવી રહ્યું છે. ભાજપની આંતરિક જૂથબંધી હવે ખુલીને સામે આવી રહી છે.

કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલા લખાતું હોય છે. પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌ કોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે થયું છે. રાજકોટમાં સરકારી પ્રસંગ છે પણ આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ જ નથી. રાજકોટમાં 35 વર્ષ જૂના અંડરબ્રિજનું નવીનીકરણ કરાયું છે. જેના લોકાર્પણનો આજે પ્રસંગ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે તેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. જેના માટે આમંત્રણ પત્રિકાઓ છપાવાઈ હતી. આ આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યોના નામ લખવામાં આવ્યા છે. પરંતુ ફક્ત વિજય રૂપાણીનું નામ જ નથી છપાયું. ત્યારે સવાલ એ થાય કે વિજય રૂપાણીનું નામ આખરે કેમ ગાયબ છે? કોના ઈશારે રૂપાણીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી છપાયું?

આ પણ વાંચો : Sabarkantha: દઢવાવમાં સભા પર અંગ્રેજોએ ગોળીઓ વરસાવી 1200 આદિવાસીઓને શહિદ કર્યા હતા, વાતને યાદ કરતા સ્થાનિકોના હ્રદય કાંપી ઉઠે છે

આ પણ વાંચો : Surat: રસીકરણના મહાઅભિયાનમાં 252 કેન્દ્ર પરથી 42,982 લોકોને વેક્સીન અપાઈ, કેસોમાં ક્રમશઃ ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">