રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની મોટી જાહેરાત, 52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- Video
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એ મહત્વની જાહેરાત કરી છે. ડેરીએ કરેલા નફાનો પશુપાલકોને અંતિમ દૂધ ભાવ સીધો ખાતામાં ચુકવવામાં આવ્યો છે. ડેરી દ્વારા 52 હજા 182 પશુપાલકોને કૂલ રૂ.75 કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડે વર્ષ 2025-26ના નફામાંથી પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તહેવારો અને ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના પશુપાલકોને મોટી આર્થિક રાહત આપવામાં આવી છે. સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટ રૂ.8.84 લેખે કુલ રૂ.75 કરોડની રકમ પશુપાલકોના બેંક ખાતામાં ડાયરેક્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી છે.
રૂ.75 કરોડની રકમ ડાયરેક્ટ ખાતામાં જમા કરાવાઈ
રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોના ખાતામાં કુલ રૂ.75 કરોડનો અંતિમ દૂધ ભાવ જમા કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો ફેટ રૂ.8.84ના દરે આ રકમની ચુકવણી કરવામાં આવી છે. આટલી મોટી રકમ એકસાથે પશુપાલકોના ખાતામાં જમા થવાથી મોટી સંખ્યામાં પશુપાલક પરિવારોને સીધો આર્થિક લાભ મળ્યો છે.
રૂ.1,185 કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર
વર્ષ 2025-26 દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે રૂ.1,185 કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર નોંધાવ્યું છે.
“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના
Follow Us
Loading...
Unable to load recommendations.
