રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડમાં પાકોની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
ખેડૂતો યાર્ડમાં જણસ લઈને વેંચવા પહોંચ્યા છે.ખેડૂતોને કપાસના મણ દીઠ 1,600થી લઈને 1950 સુધી અને મગફળીના મણ દીઠ 1,050 રૂપિયા ભાવ મળી રહ્યા છે
રાજકોટના(Rajkot)ઉપલેટામાં(Upleta)આવેલા ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, એરંડાની પુષ્કળ આવક થઈ છે.માવઠાની આગાહીના પગલે માર્કેટ યાર્ડમાં(Market Yard)જણસની આવક ઘટી ગઈ હતી.જો કે વરસાદનું જોર ઘટતા માર્કેટ યાર્ડમાં ફરી કપાસ સહિતના પાકની આવક શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી ખેડૂતો યાર્ડમાં જણસ લઈને વેંચવા પહોંચ્યા છે.ખેડૂતોને કપાસના મણ દીઠ 1,600થી લઈને 1950 સુધી અને મગફળીના મણ દીઠ 1,050 રૂપિયા ભાવ મળી રહ્યા છે.તો એરંડાના મણ દીઠ રૂપિયા 1,175 ભાવ મળતા ખેડૂતો ખુશ દેખાયા.ગત વર્ષ કરતા આ વર્ષે ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણાના ખેડૂતો હવે મરચાના વાવેતર તરફ વળ્યાં છે.આ વર્ષે મરચા અને ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું.પરંતુ ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે ધાણાનો પાક નિષ્ફળ ગયો છે.જેથી હવે ખેડૂતોને આશા છે કે મરચાના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે.વાવેતરથી લઇ ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે.દવા, ખાતર,બિયારણ અને મજૂરી ખર્ચ મોંઘુ થઈ ગયું છે.જેથી મરચાના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યાં છે
છેલ્લા ત્રણ વર્ષથી ધોરાજી અને જામકંડોરણાના ધરતીપુત્રોની કુદરતી અને માનવ સર્જિત આફતોને કારણે હાલત કફોડી છે.એટલે આ વર્ષે ખેડૂતોને આશા છે કે મરચાના પૂરતા ભાવ મળે એવી સરકાર વ્યવસ્થા કરી આપે.જેથી ખેડૂત નુકસાનીમાંથી બહાર આવી શકે.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા વધી, 46 દર્દીઓ આઇસીયુ પર
આ પણ વાંચો : Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો