Rajkot: ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ, વીજચોરીને લઈ PGVCL દ્વારા કરાઈ કાર્યવાહી

Rajkot: ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ, વીજચોરીને લઈ PGVCL દ્વારા કરાઈ કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:46 PM

રાજકોટમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ વીજચોરીને લઈ ફટકારવામાં આવ્યો છે. ચાલુ ક્રિકેટ મેચમાં PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા

રાજકોટના વિંછીયાના મોટા માત્રા ગામે PGVCLએ દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે વીજ ચોરીની બાતમી PGVCLને મળતા આ સમગ્ર બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના વિંછીયા ગામે જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. જે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વીજ ચોરી કરવામાં આવી રહી હોવાની વાત PGVCLના અધિકારીઓ સુધી પહોંચી હતી. વીજ ચોરી કરવાના મુદ્દે દરોડાની કાર્યવાહીમાં PGVCLની 8 ટીમ સહિત પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચ્યો હતો. મહત્વનું છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ વીજચોરીને લઈ ફટકારવામાં આવ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં વપરાયેલી વાયર સહિતની સામગ્રી કરી પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતના દરીયાકાંઠેથી મળી આવેલા ડ્રગ્સ કેસમાં નાઇજિરિયન યુવકે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે હતો સંબંધ

વીજ ચોરી કરી ગેરીરીતિ કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, PGVCL દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે કોઈ પણ રહેણાંક વિસ્તારોની આસપાસ વીજ ચોરીને લઈ કોઈ ગેરરીતિ જણાઈ આવે તો તાત્કાલિક PGVCLને જાણ કરવા અપીલ કરી હતી. હાલ રાજકોટમાં આ ટુર્નામેંટને 23 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત સહિત રાજકોટ જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">