RAJKOT : મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી, ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણુંક કરાઇ

રિક્વરી સેલની રચના થતા ટેક્સ નહી ભરનાર આસામીઓનું આવી બનશે. હાલ પાંચ લાખથી મોટા બાકીદાર આસામીઓના 100 કરોડથી વધુનું લેણું મહા નગરપાલિકાએ વસૂલ કરવાનું બાકી છે. ચાલુ વર્ષે 360 કરોડના વેરા વસૂલાતના ટાર્ગેટ સામે માત્ર 165 કરોડની જ આવક થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 5:49 PM

રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી છે. આ સેલમાં ખાસ આસિસ્ટન્ટ મેનેજરની પણ નિમણૂંક કરાઈ છે. રિક્વરી સેલ દ્વારા શહેરમાં મકાન વેરો, પાણી વેરો તેમજ વ્યવસાય વેરાની વસૂલાત કરાશે. જ્યારે એસેસમેન્ટ સેલની કામગીરી માત્ર મિલકતોની આકરણી કરવા સિમિત રહેશે.

રિક્વરી સેલની રચના થતા ટેક્સ નહી ભરનાર આસામીઓનું આવી બનશે. હાલ પાંચ લાખથી મોટા બાકીદાર આસામીઓના 100 કરોડથી વધુનું લેણું મહા નગરપાલિકાએ વસૂલ કરવાનું બાકી છે. ચાલુ વર્ષે 360 કરોડના વેરા વસૂલાતના ટાર્ગેટ સામે માત્ર 165 કરોડની જ આવક થઈ છે. વેરા વસૂલાતની કામગીરીમાં એકસૂત્રતા અને ઝડપી બનાવવા માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરાઈ હોવાનું મ્યૂનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક દરખાસ્તો મંજૂર કરાઇ છે. કુલ ૨૪ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.જેમાં શહેરના સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં પમ્પીંગ સ્ટેશન, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્વિમીંગ પુલમાં ક્લોરીનેશનને મંજૂરી અપાઇ છે.જેના કારણે ક્લોરિન લીક થવાનો ભય રહે છે જેને હવે વેક્યુમથી ક્લોરિનેશન થશે.ઉપરાંત રેસકોર્ષ ખાતેનું ટેનિસ કોર્ટ ભાડે આપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.આ સાથે સાથે આવાસ યોજનામાં પેવર બ્લોક પણ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં દર મિનિટે 133 વ્યક્તિઓને વેક્સિનેશન થઇ રહ્યું છે, આજે 1 લાખને વેક્સીન આપવાનો ટાર્ગેટ

આ પણ વાંચો  : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પુખ્ત વયના યુવક યુવતીને સહમતિથી સાથે રહેવાનો અધિકાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">