ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પુખ્ત વયના યુવક યુવતીને સહમતિથી સાથે રહેવાનો અધિકાર

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ યુવતીએ યુવક સાથે રહેવાની માંગ કરતા હાઇકોર્ટે પુખ્ત વયની ઉમર ધરાવતા યુવક યુવતીને એક બીજા સાથે રહેવા માટે મંજૂરી આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:30 PM

ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt)આજે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે પુખ્ત વયના(Adult)યુવક અને યુવતીને એક સાથે રહેવાનો અધિકાર(Right)છે. જેમાં એક હિન્દૂ યુવક અને મુસ્લિમ યુવતીએ લગ્ન કરીને એકબીજા સાથે રહેવાની માંગણી કોર્ટ સમક્ષ મુકતા હાઈકોર્ટે આદેશ કર્યો  છે. 

ગીર સોમનાથના(Gir Somnath)કોડીનારમાં રહેતા યુવક અને યુવતીએ અગાઉ ભાગીને લગ્ન કર્યા હતા, ત્યારબાદ યુવતીના પિતાને યુવક સામે 376, 363, 366 અને પોકસો એકટની કલમ લગાવી હતી, હાઇકોર્ટમાંથી યુવકને જામીન મળી પણ ગયા છે, પણ મુસ્લિમ યુવતી યુવક સાથે રહેવા માંગતા હતા, જેથી તેને જૂનાગઢ પોલીસ દ્વારા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં રખાઈ હતી.

હવે યુવતી 18 વર્ષથી ઉપરની થતા બંને જણા એકબીજા સાથે ફરીથી રહેવા માંગે છે, પણ નારી સંરક્ષણ ગૃહ દ્વારા યુવતીને યુવક સાથે વાત કરવાની પરવાનગી આપવા નહોતા દેતા, જેથી એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાઈ હતી. જેને પગલે બંને યુવક યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. જ્યાં હાઇકોર્ટ સમક્ષ યુવતીએ યુવક સાથે રહેવાની માંગ કરતા હાઇકોર્ટે પુખ્ત વયની ઉમર ધરાવતા યુવક યુવતીને એક બીજા સાથે રહેવા માટે મંજૂરી આપી.

આ પણ વાંચો : Ahmedabad : બે વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, મહામહેનતે તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું

આ પણ વાંચો : કાશીમાં શ્રમિકો પર ફૂલ વરસાવવાથી લઈને સફાઈ કામદારોના પગ ધોવા સુધી, પીએમ મોદીએ હંમેશા શ્રમિકોને સન્માન આપ્યુ, જુઓ તસવીરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">