Rajkot: રંગીલા રાજકોટવાસીઓએ આતશબાજીની સાથે માણી ગરબાની મજા
Rajkot: રાજકોટવાસીઓએ ફટાકડાની સાથે સાથે ગરબાની મજા માણતા પણ જોવા મળ્યા. અહીં ઘરની મહિલાઓએ ભગવાન શ્રીરામના ગીતો ગાઈ ગરબા લેતી જોવા મળી હતી. સગાવહાલા મિત્રો સાથે ફટાકડા ફોડવાની સાથે લોકો ગરબે પણ ઝુમ્યા હતા.
દેશભરમાં દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં રંગીલા રાજકોટ (Rajkot) માં પણ લોકો રંગેચંગે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોકો ભેગા થઇને અવનવા ફટાકડા (Crackers) ફોડી ઉજવણી કરી રહ્યા છે. નાના-મોટા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો ભેગા થઇને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ગરબા ગુજરાતીઓની આંતરરાષ્ટ્રીય ઓળખ છે. ત્યારે રાજકોટવાસીઓ ફટાકડાની સાથે સાથે ગરબા (Garba)ની પણ મજા માણતા નજરે ચડી રહ્યા છે.
રાજકોટમાં માત્ર એક ફેમિલી નહીં, પરંતુ સમગ્ર કુટુંબના સભ્યો એકઠા થઈને ઉજવણી કરતા જોવા મળ્યા. સગા વહાલા મિત્રો બધા મળીને ફટાકડા ફોડવાની મજા માણી રહ્યા છે તો બીજી તરફ ઘરની મહિલાઓ ગરબે ઝુમતી પણ જોવા મળી હતી. દિવાળીના તહેવારની સાથે રાજકોટવાસીઓ ગરબાની પણ મોજ માણી રહ્યા છે. ભગવાન શ્રી-રામ રાવણનો વધ કરી દિવાળીના દિવસે જ પત્ની સીતા, ભાઈ લક્ષ્મણ અને ભક્ત હનુમાન સાથે અયોધ્યામાં 14 વર્ષ બાદ પરત ફર્યા હતા. એ સમયે અયોધ્યામાં ભગવાનના સ્વાગત માટે ઘરે ઘરે દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને ઘરની બહાર રંગોળીઓ કરવામાં આવી હતી. એ જ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
બે વર્ષથી કોરોનાના પ્રતિબંધોને કારણે સરખી ઉજવણી થઈ શકી ન હતી, ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓનો આનંદ જાણે ક્યાંય સમાતો ન હોય તેમ અલગ જ થનગનાટ સૌના ચહેરા પર જોઈ શકાય છે અને લોકો મનમુકીને કોઈપણ પ્રતિબંધો વિના ઉજવણી કરી રહ્યા છે જેમાં કોઈ ફટાકડાનો આનંદ લઈ રહ્યુ છે, કોઈ ગીતો ગાઈને ઉજવણી કરી રહ્યા છે તો કોઈ ગરબા અને નાચગાન સાથે ભગવાન શ્રીરામના આગમનના વધામણા કરી રહ્યા છે. આ જ આપણી સંસ્કૃતિ છે, જેમાં દરેક તહેવારમાં લોકો મન મુકીને ઉજવણી કરતા હોય છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ તહેવારોની ઉજવણીની પળો માણી લે છે. આ જ આપણી સંસ્કૃતિનું જમા પાસુ છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
