Breaking News : રાજકોટ મનપામાં પતિરાજ! મહિલા કોર્પોરેટરના કાર્યમાં પતિની દખલગીરીથી ચર્ચા, જુઓ Video

Breaking News : રાજકોટ મનપામાં પતિરાજ! મહિલા કોર્પોરેટરના કાર્યમાં પતિની દખલગીરીથી ચર્ચા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 20, 2026 | 3:23 PM

રાજકોટ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા સૂચનો આપવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જયશ્રીબા જાડેજાના પતિ દશરથસિંહ જાડેજાએ મીડિયા ગેલેરીમાંથી ફોન પર માર્ગદર્શન આપતાં પતિરાજ અને મહિલા સશક્તિકરણની વાતો પર સવાલો ઊભા થયા છે.

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં એક વિચિત્ર ઘટના બની, જેના કારણે પતિરાજ અને મહિલા સશક્તિકરણ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે. વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજા ટીપી સંબંધિત પ્રશ્ન રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ દશરથસિંહ જાડેજા મીડિયા ગેલેરીમાં બેસીને ફોન પર તેમને સૂચનો આપતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ કોર્પોરેટરની કામગીરીમાં પતિની ભૂમિકા અને મહિલા પ્રતિનિધિઓની સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

TV9 દ્વારા આ મામલે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં દશરથસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમના પત્ની પ્રથમ વખત કોર્પોરેટર બન્યા હોવાથી અને ગૃહિણી હોવાથી તેમને પૂરતી માહિતી ન હતી. તેમણે માઇક્રોફોન સંબંધિત સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, મેયર નેહલ શુક્લએ આ પ્રકારની દખલગીરી ચલાવી ન લેવાય તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું અને મહિલા કોર્પોરેટરને જરૂરી સૂચના આપવાની ખાતરી આપી હતી. આ ઘટનાએ રાજકોટમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

રાજકોટ: ખાખી વર્દી લાજી! SRP કેમ્પના ASI એ બે બાળકીઓ સાથે કર્યા અડપલાં

Follow Us
Loading...
Unable to load recommendations.