Rajkot: સિટી બસના ડ્રાઈવરની દાદાગીરી આવી સામે, જાહેરમાં વૃદ્ધને માર માર્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:46 PM

અવારનવાર સિટી બસ સંચાલકોની દાદાગીરી આ જ પ્રકારે જોવા મળતી હોય છે. થોડા દિવસ પહેલા રાજકોટના કાલાવાડ રોડ પર પણ એક વૃદ્ધને આજ રીતે સિટી બસના ડ્રાઈવર દ્વારા માર મારવામાં આવ્યો હતો.

રાજકોટ (Rajkot)માં સિટી બસના ડ્રાઈવર (City Bus Driver)ની દાદાગીરી સામે આવી છે. રાજકોટના સિટી બસના ચાલકે બાઈક ચાલકને જાહેરમાં માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. યાજ્ઞિક રોડ માલવિયા ચોક પાસે બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો અને સિટી બસના ડ્રાઈવર જાહેરમાં જ બાઈક ચાલકને માર માર્યો હતો.

વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સિટી બસનો ડ્રાઈવર બાઈક ચાલકને કેવી રીતે માર મારી રહ્યો છે. બનાવ કંઈક એવો હતો કે સિટી બસ ચાલતી હતી ત્યારે અચાનક જ વૃદ્ધ બાઈક ચાલક સિટી બસની વચ્ચે આવી જતા બોલાચાલી થઈ હતી. આ ઘટનાથી સિટી બસનો ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયો હતો. સિટી બસ ડ્રાઈવરે બસની નીચે ઉતરીને પહેલા તો વૃદ્ધ બસ ચાલકને પહેલા તો અપશબ્દો કહ્યા અને બાદમાં માર મારવામાં આવ્યો હતો.

અવારનવાર સિટી બસ સંચાલકોની દાદાગીરી આ જ પ્રકારે જોવા મળતી હોય છે. થોડા દિવસ પહેલા રાજકોટના કાલાવાડ રોડ પર પણ એક વૃદ્ધને આજ રીતે સિટી બસના ડ્રાઈવર દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ મ્યુનિસિપાલિટી સંચાલિત સિટી બસ ચાલકોની દાદાગીરી વારંવાર સામે આવતી રહે છે.

હાલમાં પણ જે વીડિયો વાયરલ થયો છે તેમાં સિટી બસ ડ્રાઈવર દ્વારા બેફામ રીતે બાઈક ચાલક વૃદ્ધને ખુલ્લે આમ માર મારતો હોવાનું સામે આવ્યુ છે. સિટી બસના ડ્રાઈવરોને જાણે કંઈ પડી જ ન હોય તેમ આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, આટલી બેઠકો મેળવવાનો ટાર્ગેટ

આ પણ વાંચો- Ahmedabad: પશ્ચિમ ઝોનના આ વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે