Rajkot : BMW કારથી અક્સમાત સર્જીને એકનો ભોગ લેનાર નબીરો છૂટી જતાં મૃતકના પરિવારમાં રોષ, જુઓ Video

Rajkot : BMW કારથી અક્સમાત સર્જીને એકનો ભોગ લેનાર નબીરો છૂટી જતાં મૃતકના પરિવારમાં રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 12, 2025 | 2:38 PM

રાજકોટમાં BMW કારના ચાલકે અકસ્માત સર્જી એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે અકસ્માતના બીજા જ દિવસે અકસ્માત સર્જનાર નબીરો છૂટી જતાં મૃતક યુવકના પરિવારજનોમાં રોષની લાગણી છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં BMW કારના ચાલકે અકસ્માત સર્જી એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે અકસ્માતના બીજા જ દિવસે અકસ્માત સર્જનાર નબીરો છૂટી જતાં મૃતક યુવકના પરિવારજનોમાં રોષની લાગણી છે. મૃતક યુવકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે.

મૃતક યુવકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે લખેલી FIRમાં ક્યાંય પણ આરોપીના નામનો ઉલ્લેખ નથી. આ સાથે જ પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ આરોપીના પક્ષમાં કંઈક રમત રમાઈ હોય તેવો આક્ષેપ લગાવાયો છે. મહત્વનું છે કે આરોપી કાર ચાલક સામે માનવ વધનો ગુનો દાખલ થાય અને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો