Rajkot : ભૂખી ગામ નજીક આવેલો ભાદર- 2 ડેમ ઓવરફ્લો, ડેમમાં પાણીની પુષ્કળ આવક, જૂઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર-2 ડેમમાં (Bhadar-2 dam) પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઇ રહી છે. હાલ ડેમમાં 38 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
Rajkot : રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદને (Rain ) કારણે નદી-નાળા છલકાયા છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર-2 ડેમમાં (Bhadar-2 dam) પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઇ રહી છે. હાલ ડેમમાં 38 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાં સતત પાણીની આવકને કારણે ડેમના છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યાં છે.
ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યાં છે. તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે તંત્રએ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે..છેક ધોરાજીથી લઇને પોરબંદરના ભાદરકાંઠાના તમામ ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. સાથે જ તંત્રએ લોકોને નદીના પાટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News