Monsoon 2023: રાજકોટના જામકંડોરણામાં પડ્યો ધોધમાર વરસાદ, ભારે વરસાદના પગલે લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગત રાત્રે ભારે પવન અને વીજળીના ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 9:10 AM

Rajkot Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગત રાત્રે ભારે પવન અને વીજળીના ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :Heavy Rain: ભારે વરસાદને કારણે તાપી કોઝવે પાણીમાં ગરકાવ, 23 રસ્તા બંધ, જુઓ Video

ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી પલળી છે. ધોરાજી નાકા પાસે આવેલા જલારામ મંદિર વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે.

જામનગરમાં પણ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ

તો બીજી તરફ જામનગરમાં પણ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જામી હતી. મોડી રાતથી સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં સવારના બે કલાકમાં જ સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

 

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">