Rajkot: અલ-કાયદા સાથે સંકળાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ બાદ ATSએ 14 દિવસના રિમાન્ડની કરી માગ, જુઓ Video

|

Aug 01, 2023 | 7:03 PM

રાજકોટમાં અલ કાયદા સાથે જોડાયેલા ઇસમો ઝડપાયા બાદ તેમની પાસેથી અલ કાયદાની પત્રિકાઓ મળી છે. જોકે હવે ATS દ્વારા આ આરોપીઓ પાસેથી અન્ય માહિતીઓ કઢાવવા 14 દિવસના રિમાન્ડની માગ કરી છે.

ગુજરાતમાં અલ કાયદાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટની સોની બજારમાંથી ત્રણ શંકાસ્પદ આતંકીઓની (Suspected terrorist) ધરપકડ કરાઈ છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. ત્રણેય શખ્સો પાસેથી હથિયાર અને પત્રિકા જપ્ત કરાઈ છે. તેમણે લોકલ વ્યક્તિ પાસેથી હથિયાર મેળવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ઝડપાયેલા ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ મળી છે. અલકાયદાનું નેટવર્ક ધરાવતા આ શખ્સોની રોજે રોજ મુલાકાત થતી હતી. ત્રણેય શંકાસ્પદ આતંકીઓ પશ્ચિમ બંગાળથી કામ માટે રાજકોટ આવ્યા હતા. ત્રણેય પોતાના ઘરે હતા એ સમયે ATS દ્વારા તેમને ઝડપી લેવાયા હતા. વ્હોટ્સએપ અને કોલ ડીટેલ્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે તેમની ધરપકડ કરાઈ છે.

આ ત્રણેય શંકાસ્પદ આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.ત્રણેય આતંકી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું કામ કરતા હતા. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને અલકાયદામાં જોડાવવા માટે પ્રેરિત કરતા હતા. સાથે જ સોની બજારના મુસ્લિમ કારીગરોને તેઓ અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હતા.

આ પણ વાંચો : અલકાયદા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણેય આરોપીના CCTV આવ્યા સામે, આ રીતે ફેલાવતા આતંકની વિચારધારા, જૂઓ Video

બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણેય આતંકીઓ રાજકોટમાં સક્રિય હતા. ATSએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા. તાજેતરમાં આ મોડ્યુલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યુલ અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે. ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. મહત્વનુ છે કે રાજકોટમાં હવે કોઈ વકીલ આ લોકોનો કેસ નહીં લડે તેવો નિર્ણય કર્યો છે. જોકે ATS દ્વારા આ પકડાયેલા ત્રણ ઈસમોને લઈ 14 દિવસના રિમાન્ડની માગ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:20 pm, Tue, 1 August 23

Next Video