Rajkot: અલકાયદા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણેય આરોપીના CCTV આવ્યા સામે, આ રીતે ફેલાવતા આતંકની વિચારધારા, જૂઓ Video
મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા.ગુજરાત ATSએ ખત્રીવાડના મકાનમાંથી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝની ધરપકડ કરી છે. છેલ્લા 6 મહિનાથી આતંકીઓ અહીં રહેતા હતા. તેમના કેટલાક CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
Rajkot : બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ આતંકીઓ (Terrorist) રાજકોટમાં સક્રિય હતા. આ ત્રણેય આતંકીઓ રાજકોટના ખત્રીવાડમાં રહેતા હતા. ATSએ (Gujarat ATS) તેમને ઝડપ્યા, ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા. ગુજરાત ATSએ ખત્રીવાડના મકાનમાંથી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝની ધરપકડ કરી છે. છેલ્લા 6 મહિનાથી આતંકીઓ અહીં રહેતા હતા. તેમના કેટલાક CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો- Gujarati Video : વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી
તાજેતરમાં આ મોડ્યુલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યુલ અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે. ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. કોઈને શંકા ન જાય તે માટે આ ત્રણેય આતંકી મજૂરી કરતા હતા. તેઓ રાજકોટમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા. જ્યારે પડદા પાછળ તેઓ આતંકી મોડેલની વિચારધારા ફેલાવવા માટેનું કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય આરોપી મૂળ પશ્ચિમ બંગાળના વતની છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો