Rajkot: RMCમાં વય મર્યાદાથી નિવૃતકર્મીઓને વિદાય “માન” પીએફ, રજા પગાર એક જ દિવસમાં જમા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં ગઈકાલ તા 31-01-2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સાત કમર્ચારીઓ નિવૃત થતા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) નાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં ગઈકાલ તા. 31-01-2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સાત કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.
ગઈકાલે પુરા થયેલા જાન્યુઆરી-2022નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફમાં ત્રણ ફાયર બ્રિગેડ શાખાના અને ચાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ નિવૃત થયા છે જેમાં ફાયર બ્રિગેડ શાખાના ચુડાસમા અનોપસિંહ ચામુંડરાય (ડ્રાઈવર), ઝાલા જીવુભા લખુભા (ડ્રાઈવર) અને જેસાણી મહમદ વાલીભાઈ (ડ્રાઈવર) તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મધુબેન રામજીભાઈ પરમાર (સફાઈ કામદાર), ભારતીબેન પરબતભાઈ વાઢેર (સફાઈ કામદાર), શારદાબેન ધીરુભાઈ રાઠોડ (સફાઈ કામદાર) અને રામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી (સફાઈ કામદાર) નિવૃત થયા છે.
ગઈકાલે તા. 31-01-2022ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.
PF સહિતના રોકડ લાભો નિવૃતિના દિવસે આપવાની પરંપરા ચાલુ રહેશે
આ અવસરે કમિશનરએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં હાથપગ સમા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના જીવનનાં અતિ મહત્વના વર્ષો મહાનગરપાલિકાને આપે છે. નિવૃત્ત થયેલ મનપાનાં સદસ્યોએ તેમની જિંદગીનો મહત્વનો જે સમય મનપા અને રાજકોટને આપ્યો છે તે બદલ તંત્ર તેમનો આભાર વ્યક્ત કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા હક્ક રજા સહિતના લાભો મળી જાય એ સુનિશ્ચિત થાય એ પણ એટલું જ જરૂરી છે.જીવનના અમૂલ્ય સમય પસાર કર્યા બાદ મરણમુડી સમાન તેમના પીએફ અને રજા પગારને તેની નિવૃતિના દિવસે જ કર્મચારીઓને આપવાની પરંપરાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી છે અને તેઓ આ રૂપિયાનો સદ્દ ઉપયોગ તાત્કાલિક જ કરી શકે છે.
આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિવૃત થતા કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તમે સૌ રાજકોટ મહાનગરપાલિકા પરિવારના સદસ્ય છો અને રહેશો, આવનારા સમયમાં જયારે પણ કોર્પોરેશન પરિવારની જરૂર પડે ત્યારે કોર્પોરેશનના દ્વારા ખુલ્લા જ છે. આ પ્રસંગે મ્યુનિ. કમિશનર સહીત નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. મેનેજર વિપુલ ધોણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહઃ વિદ્યાર્થીઓના ગોલ્ડમેડલ કરતા નેતાઓનો ભભકો વધારે જોવા મળ્યો
આ પણ વાંચોઃ Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ