ગીગા ભમ્મરના વિવાદિત નિવેદન બાદ આહિર અને ચારણ સમાજ વચ્ચે જ્યાં સંગ્રામ જેવી સ્થિતિ છે, ત્યારે હવે આ વિવાદને ઠંડો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, તેવું હવે લાગી રહ્યું છે. રાજકોટ ખાતે આહિર સમાજના અગ્રણીઓએ કલેક્ટરને ચારણ સમાજના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. આહિર સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે કે, ગીગા ભમ્મરે કરેલું નિવેદન વ્યક્તિગત છે. આહિર સમાજને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આહિર સમાજે ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
આહિર સમાજના અગ્રણીઓ અર્જુન ખાટરીયાએ જણાવ્યુ કે માત્રને માત્ર એ વિવાદી નિવેદન ગીગા ભમ્મરનું છે. અમે ચારણ અને ગઢવી સમાજનું સમર્થન કરીએ છીએ. તેમની લાગણી દુભાઈ છે તેમને ટેકો આપીએ છીએ. વધુમાં જણાવ્યુ કે આઈમા સોનલ અને ચારણ ગઢવી પવિત્ર સમાજ છે. આઈમા સોનલ માતાજીને અમે પૂજીએ છીએ. એમના વિશે અમે જે શબ્દપ્રયોગ કર્યા છે, તેનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે.
આહિર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભાએ જણાવ્યુ કે આ પ્રકારનો વાણી વિલાસ કોઈપણ સમાજે કોઈપણ સમાજે ન કરવો જોઈએ. ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ વચ્ચે વર્ષોથી સંબંધો ચાલ્યા આવે છે. ચારણ સમાજ આહિર સમાજના ભાણેજ થાય છે. તો આહિર સમાજ મામા તરીકે ફરજ છે કે ભાણેજોની સાથે રહેવુ જોઈએ. આવો વાણીવિલાસ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:55 pm, Tue, 20 February 24