Rajkot : જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનની કરાઈ ખાસ વ્યવસ્થા
આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આજે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા માટે સ્પેશયલ ટ્રેન મુકવામાં આવી છે. જેમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત સરકાર દ્વારા આજ રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા વિવિધ સ્થળોએ લેવા જઈ રહી છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આજે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા માટે સ્પેશયલ ટ્રેન મુકવામાં આવી છે. જેમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે એક ટ્રેન મુકાઈ હતી. જ્યારે આ ટ્રેન બપોરે 3 કલાકે પરત ફરશે. પરીક્ષાને લઈ એસટી વિભાગ દ્વારા પણ 250થી વધારે બસ મુકવામાં આવશે.
ડિવિઝનલ રેલ્વે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો આ મુજબ છે:-
1. અમદાવાદ-પાલનપુર પરીક્ષા વિશેષ ટ્રેન
અમદાવાદ-પાલનપુર પરીક્ષા વિશેષ 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 19.00 કલાકે પાલનપુર પહોંચશે. રૂટમાં આ ટ્રેન સાબરમતી, કલોલ, આંબલિયાસણ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશનો પર ઉભી રહેશે.
2. અમદાવાદ-વલસાડ પરીક્ષા વિશેષ ટ્રેન
અમદાવાદ-વલસાડ પરીક્ષા વિશેષ 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 21.15 કલાકે વલસાડ પહોંચશે. રૂટમાં આ ટ્રેન મણિનગર, વટવા, બારેઝડી, મહેમદાવાદ ખેદર, નડિયાદ, આણંદ, વડોદરા, મિયાગામ કરજણ, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, કીમ અને સુરત સ્ટેશનો પર ઉભી રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
