Junior clerk exam: ઉમેદવારના બેંક ખાતામાં જમા થશે મુસાફરી ભથ્થું, જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ વાંચો એ માહિતી કે જે તમારે જાણવી જરૂરી છે

પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે. એટલું જ નહિં કોઇપણ વ્યક્તિ પેપરફોડવાની હિંમત નહીં કરે તેવી સજાની જોગવાઇ છે

Junior clerk exam:  ઉમેદવારના બેંક ખાતામાં જમા થશે મુસાફરી ભથ્થું, જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ વાંચો એ માહિતી કે જે તમારે જાણવી જરૂરી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 12:38 PM

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે દાવો કર્યો છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે પ્રકારે પરીક્ષાનું આયોજન કરાયું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

બીજી તરફ પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે. એટલું જ નહિં કોઇપણ વ્યક્તિ પેપરફોડવાની હિંમત નહીં કરે તેવી સજાની જોગવાઇ છે.

હસમુખ પટેલે તમામ જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મહત્વની બેઠક યોજી હતી.  બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુચારુરૂપે પરીક્ષા લેવાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જાણો પરીક્ષા અંગેની તમામ મહત્વની માહિતી

  1. પરીક્ષા દરમિયાન પરીક્ષક પણ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે
  2. કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે ઓનલાઇન ભરવાનું રહેશે મુસાફરી ભથ્થાનું ફોર્મ
  3. પરીક્ષા બાદ ઉમેદવારના બેંક ખાતામાં જમા થશે મુસાફરી ભથ્થું
  4. પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. નિગમ દ્વારા 6500  જેટલી બસની વ્યવસ્થા
  5. 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ પરીક્ષા પર રાખશે નજર
  6. બપોરે 11.45 વાગ્યા સુધીમાં પરીક્ષાર્થીએ કેન્દ્ર પર પહોંચવું પડશે
  7. પરીક્ષાર્થી સમય કરતા મોડા પહોંચશે તો પ્રવેશ નહીં મળે
  8. પરીક્ષા કેન્દ્રોની આસપાસની ઝેરોક્ષ, ફેક્સની દુકાનો બંધ રાખવા આદેશ
  9. મોબાઈલ, પેજર, ઈ-ડાયરી, ઘડિયાળ જેવા ઉપકરણો પર પ્રતિબંધ
  10. પરીક્ષા સ્થળ પર ગેરરીતિ થાય તેવું કોઈપણ સાધન લઈ જવા પર પ્રતિબંધ
  11. પરીક્ષાર્થીઓની શાંતિ કે લેખનકાર્યમાં ધ્યાનભંગ થાય તે પ્રકારના કૃત્ય પર પ્રતિબંધ
  12. પરીક્ષાર્થીઓ અને અધિકારીઓ સિવાય કોઈએ પરીક્ષા કેન્દ્ર પર હાજર ન રહેવું
  13. કોઈપણ પ્રકારના હથિયારો સાથે પરીક્ષા કેન્દ્રમાં દાખલ ન થવું
  14. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફૂલ પ્રૂફ આયોજન
  15. પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવાની સુચારૂ વ્યવસ્થા કરાઈ
  16. દરેક પરીક્ષા ખંડ અને લોબીની અંદર CCTV કેમેરા તૈનાત
  17. પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારી-કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ
  18. પરીક્ષાર્થીઓને લાવવા-લઈ જવા ST બસની ખાસ વ્યવસ્થા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">