Rajkot : રવાપરા ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઇમારતને અપાયેલી મંજૂરી રદ કરાઈ
મોરબીના રવાપરા ગામમાં 12 માળની ઇમારતના નિર્માણનો વિવાદમાં હવે હાઈકોર્ટે સરકારને નોટિસ આપી છે. મહત્વનુ છે કે ગ્રામ્ય વિસ્તારમાં 12 માળની ઇમારતને અપાયેલી મંજૂરી રદ કરાઇ છે. પૂર્વ મંજરી વિના ખડકી દેવાયેલી 12 માળની 50 ઇમારતો સામે કાર્યવાહી થશે.
Rajkot: મોરબીના આખરે રવાપરા ગામમાં ખડકી દેવાયેલી 12 માળની ઇમારતની મંજૂરી રદ કરી દેવામાં આવી છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આડેધડ મંજૂરી મામલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી અને 27 જુન સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો છે. હવે સમગ્ર કેસની સુનાવણી 27 જુનના રોજ હાથ ધરાશે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સવાલ કર્યો કે શું ગામડામાં આટલી ઊંચી ઇમારતના બાંધકામની મંજૂરી મળી શકે? તો હાઇકોર્ટની ટકોર બાદ રવાપરાના સરપંચે જવાબ રજૂ કર્યો અને દોષનો ટોપલો કલેક્ટરને માથે ઢોળ્યો.
આ પણ વાંચો : ન OTP આપ્યો, ન કોઈ લિંક પર ક્લિક કર્યું અને ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા 80 લાખ, જુઓ Video
સરપંચનો દાવો છે કે કલેક્ટરે 12 માળની ઇમારત માટે NA મંજૂર કર્યું હતું. તો કોર્ટની ટકોર વચ્ચે રાજ્ય સરકારે પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને 12 માળની ઇમારતોની મંજૂરી રદ કરવાની વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે અરજદારની રજૂઆત હતી કે 12 માળની ઇમારતો સામે સ્થાનિક તંત્ર પાસે માત્ર 3 માળ સુધી પહોંચી શકે તેવા જ ફાયર સેફ્ટીના સાધનો છે. જો આવા સંજોગોમાં આગ લાગે તો મોટાપાયે ખુવારી થઇ શકે છે. આ તમામ દલીલોને ધ્યાને રાખીને કોર્ટે સરકારને નોટિસ ફટકારીને કાર્યવાહીનો આદેશ કર્યો છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો