Anand: અમુલ ડેરીમાં હવે ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ! અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક, લાંબી કાનૂની લડત બાદ જગ્યા ભરાઇ

| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:05 PM

બે વર્ષના લાંબા સમય પછી થોડા દિવસ પહેલા જ હાઇકોર્ટનો (High Court) ચુકાદો આવ્યો. હાઇકોર્ટેના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સરકારી અધિકારીની હાજરીમાં મતપેટી ખોલવામાં આવી હતી.

આણંદ (Anand) જિલ્લામાં આવેલી અમૂલ ડેરીના (Amul Dairy) વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની (Rajendra Singh Parmar) નિમણૂક થઇ છે. હાઇકોર્ટેના (High Court) ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરીના (Amul Dairy)વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને 9 મત, જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા છે. એટલે કે રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો છે.

વિશ્વ વિખ્યાત અમુલ ડેરીના વાઇસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી યોજાઈ જેમાં ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અમુલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિન હરીફ વરણી થઇ હતી જયારે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચેના ચૂંટણી જંગમાં વાઇસ ચેરમેન પદે બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2020માં અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળની ચૂંટણી યોજાઇ હતી. નિયામક મંડળની ચૂંટણી માટે સરકાર દ્વારા ત્રણ પ્રતિનીધિની નિમણૂક કરવામાં આવી હતી. જો કે ચેરમેન પદે ભાજપના રામસિંહ પરમારનો વિજય થયો હતો. તો વાઇસ ચેરમેન પદ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપમાંથી રાજુભાઇ પાઠક ઉભા રહ્યા હતા કે જેઓ બાલાસિનોરનું પ્રતિનીધિત્વ કરે છે. સરકારી પ્રતિનીધિની નિમણુકના કારણે રાજેન્દ્રસિંહ પરમારનું જુથ નારાજ હતુ.

સાથે જ આણંદ નિયામક મંડળના ડીરેક્ટર કાંતિભાઇ સોંઢા અને માતરના ડીરેક્ટર સંજય પટેલ દ્વારા હાઇકોર્ટની અંદર એક પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેની અંદર સરકારના ત્રણ પ્રતિનીધિની નિમણૂક રદ કરવાની વાત કરી હતી. બે વર્ષના લાંબા સમય પછી થોડા દિવસ પહેલા જ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો. હાઇકોર્ટેના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સરકારી અધિકારીની હાજરીમાં મતપેટી ખોલવામાં આવી હતી. બે વર્ષ પછી આ મતપેટી ખોલવામાં આવી છે.

આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં રાજેન્દ્રસિંહ પરમારને 9 મત, જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા છે. એટલે કે રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાય છે. ત્યારે આ વખતે સરકાર દ્વારા પણ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

 

Published on: Sep 06, 2022 04:12 PM