Gujarati Video : સુરતના ખટોદરામાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરીવારમાં શોકનો માહોલ

Gujarati Video : સુરતના ખટોદરામાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરીવારમાં શોકનો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 2:20 PM

યુવાન ઉંમરે જ અત્યારે લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ.

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. યુવાન ઉંમરે જ અત્યારે લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ. 42 વર્ષીય કાનજી રાજપૂત હજુ 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી ધંધા અર્થે સુરત આવ્યા હતા. શખ્સનું અચાનક મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : Surat: કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા સ્થાનિકોએ કંઇક આ રીતે વરસાવ્યો પ્રેમ, જુઓ વીડિયો

સુરતમાં પણ ક્રિકેટ રમતા યુવકને આવ્યો હાર્ટ એટેક

સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">