Surat: કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા સ્થાનિકોએ કંઇક આ રીતે વરસાવ્યો પ્રેમ, જુઓ વીડિયો
પોલીસ પ્રજાની મિત્ર બને તો તેની એક આગવી જ અસર જોવા મળતી હોય છે સતત લોકોની ફરિયાદના નિવારણ માટે તત્પર રહેતા આ પોલીસ અધિકારીની વિદાય સમયે સુરતવાસીઓએ તેમને પ્રેમથી વિદાય આપી હતી અને નવા સ્થળની બદલીઓ માટે શુભેચ્છા પાઠવી હતી.
પોલીસની (Police) છાપ કડક અધિકારીની હોય છે, પરંતુ અમુક પોલીસ અધિકારી લોકોની સેવા કરીને લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહે છે, સુરતના (Surat) સલાબતપુરા પીઆઇ એ.એ.ચૌધરીની છાપ પણ કંઈક આવી જ છે. પી.આઈ. ચૌધરીની બદલી થતા સુરતના સ્થાનિક લોકોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. લોકોએ ફુલહારથી સત્કારી વિદાય આપી હતી અને ફરી સુરતમાં બદલી થઈ વહેલા આવે તેવી લોકોએ ચાહના વ્યક્ત કરી હતી.
પોલીસ પ્રજાની મિત્ર બને તો તેની એક આગવી જ અસર જોવા મળતી હોય છે સતત લોકોની ફરિયાદના નિવારણ માટે તત્પર રહેતા આ પોલીસ અધિકારીની વિદાય સમયે સુરતવાસીઓએ તેમને પ્રેમથી વિદાય આપી હતી અને નવા સ્થળની બદલીઓ માટે શુભેચ્છા પાઠવી હતી. પીઆઇ ચૌધરીની વિદાય સમયે સલાબત પુરાના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આવા પોલીસ અધિકારી પાછા બદલી થઇને સુરતમાં આવશે તો અમને ખૂબ જ આનંદ થશે.
Salabatpura PI A.A. Chaudhary received a grand farewell on transfer by policemen and locals#Surat #Gujarat #TV9News pic.twitter.com/SCKWV5LLlu
— Tv9 Gujarati (@tv9gujarati) September 18, 2022
ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 આઇપીએસ અને 82 ડીવાયએસપીની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે ગૃહ વિભાગે 23 આઇપીએસ(IPS) અને 82 ડીવાયએસપીના (DYSP) બદલીના (Transfer) આદેશ કર્યા છે. જેમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે. જ્યારે રાજ્યના 23 આઇપીએસ અધિકારીના બદલીના પણ આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આજે આઇપીએસ ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે.સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અને એસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે. ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.
જ્યારે આઇપીએસ પ્રવીણ કુમારને રાજકોટથી આણંદ ખાતે એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બી આર પટેલને સુરત ડીસીપી થી સુરતમાં જ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે. ભાવનગરના એએસપી સફિન હસનને ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ મુકવામાં આવ્યા છે. વિજયસિંહ ગુર્જર ને બઢતી સાથે કમાન્ડંડ તરીકે એસઆરપી ગ્રુપ 14 વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે.