Monsoon 2023 Video : ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહીં, પાંચ દિવસ માત્ર છુટો છવાયો વરસાદ પડવાની આગાહી

|

Jul 31, 2023 | 3:31 PM

રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે આગામી 5 દિવસ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. સાથે જ 24 કલાક હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે.

weather update : વરસાદને (Rain) લઈને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે આગામી 5 દિવસ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. સાથે જ 24 કલાક હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો-Bhavnagar : હિટ એન્ડ રનમાં યુવાનના મોતના કેસમાં આરોપીની ધરપકડ, જૂઓ Video

ગુજરાતમાં આવતીકાલથી વરસાદ નહિવત અને છુટોછવાયો રહેશે. તો અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે છે. 7 દિવસ રાજયમાં ભારે વરસાદની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી. આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની જ આગાહી છે. જો કે દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા ઉપર વરસાદ વરસી ચુક્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:26 pm, Mon, 31 July 23

Next Video