Bhavnagar : હિટ એન્ડ રનમાં યુવાનના મોતના કેસમાં આરોપીની ધરપકડ, જૂઓ Video
કિશન મકવાણા નામના યુવાનને કારે અડફેટે લીધા હતા. કિશન મકવાણા પોતાના સંતાનની રાહ જોઇને ઉભા હતા, ત્યારે તેમને તેજ ગતિથી આવતી કારે ટક્કર લગાવી હતી.
Bhavnagar : ભાવનગરમાં સોનગઢ ગામ નજીક હિટ એન્ડ રનમાં (Hit and run) યુવાનના મોતના કેસમાં આરોપીની ધરપકડ થઇ છે. હિટ એન્ડ રનના 9 દિવસ બાદ સોનગઢ પોલીસે આરોપી દિપક કોતરની ધરપકડ કરી છે. કિશન મકવાણા નામના યુવાનને કારે અડફેટે લીધા હતા. કિશન મકવાણા પોતાના સંતાનની રાહ જોઇને ઉભા હતા ત્યારે તેમને તેજ ગતિથી આવતી કારે ટક્કર લગાવી હતી. જે પછી યુવકનું મોત થયુ હતુ. ત્યારે કિશનના અચાનક મોતથી તેની પત્ની અને બાળકો નિરાધાર થયા છે. જ્યારે પરિવાર સહિત ગામ શોકમગ્ન છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવાર માગ કરી રહ્યુ છે.
આ પણ વાંચો- રાજકોટ-મારવાડી કોલેજમાંથી ગાંજાના છોડ મળી આવ્યા-જુઓ Video
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 31, 2023 02:49 PM
Latest Videos