Aravalli: મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ, સોમવારે સવારથી વરસાદી માહોલ, જુઓ Video

| Updated on: Jul 31, 2023 | 2:17 PM

Monsoon 2023: મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. સોમવારે સવારના અરસા દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી.

 

અરવલ્લી જિલ્લામાં સોમવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારથી જ જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. સોમવારે સવારના અરસા દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. મોડાસા શહેરની આસપાસના ગાજણ અને મહાદેવપુરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

રવિવારે પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી હળવા ઝાપટા વરસ્યા હતા. વરસાદને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. જોકે હજુ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાય એમ અરવલ્લી જિલ્લા અને ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. સારા વરસાદને લઈ જળાશયોમાં જળસંગ્રહમાં વધારો નોંધાય તો જિલ્લામાં સિંચાઈની મોટી રાહત સર્જાઈ શકે એમ છે.

 

આ પણ વાંચોઃ MLC 2023: પ્રથમ સિઝનમાં MI બન્યુ ચેમ્પિયન, નિકોલસ પૂરનની તોફાની સદી વડે ફાઈનલમાં મેળવી જીત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 31, 2023 02:16 PM
g clip-path="url(#clip0_868_265)">