આજનું હવામાન : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

| Updated on: Oct 10, 2025 | 8:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે. આગામી કેટલાક દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે 11 તારીખે એટલે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે. આગામી કેટલાક દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે 11 તારીખે એટલે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે.

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે. તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. તો બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગો માં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો