Gujarati video: ગુજરાતમાં હજુ પાંચ દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ
weather News: રાજ્યમાં માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. હજી પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. રાજ્યમાં માવઠાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકશે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ વરસી શકે છે,તો આવતીકલે દાહોદ, પંચમહાલ અને ડાંગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 51 % ની આસપાસ રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો ત્યાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 49% રહેશે. આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
