અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી પડી છે. થોડા દિવસ પહેલા જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જે જગ્યા પર ભૂવો પડયો હતો ત્યાંથી થોડે જ દૂર બીજો ભૂવો પડવાની ઘટના બની છે. હજીતો પહેલા પડેલા ભુવાનું સમારકામ પૂર્ણ નથી થયું ત્યાં જ આજે બાજુમાં બીજો ભૂવો પડતા આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોમાં રોષ છે કે AMC દ્રારા કોઈ પ્રકારે કામગીરી કરવામાં આવતી નથી અને જે કામગીરી થઈ રહી છે તે યોગ્ય રીતે નહિ થતાં આ પ્રમાણે મુશ્કેલીઓ થઈ રહી છે.
અમદાવાદના અનેક વિસ્તરઓમાં આ જ પ્રકારે ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે ભુવો પડ્યો છે. ભુવાને કોર્ડન કરીને તંત્રનો સંતોષ માન્યો છે. કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને લીધે ભુવા પડ્યાનો સ્થાનિકોનો આરોપ છે. 3 મહિના અગાઉ આ સ્થળે ભુવો પડ્યો હતો.
Published On - 11:57 pm, Mon, 26 June 23