Gujarat Rain Update : માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ, 1023 થાંભલા ધરાશાયી, જુઓ Video

|

May 15, 2024 | 10:23 AM

ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ 107 પશુઓના મોત થયા છે. તો 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદ અને વાવાઝોડાથી 12 સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા. જે તમામને પૂર્વવ્રત કરાયા છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યુ છે.  ગુજરાતમાં કુલ 7 લોકોના મોત થયા છે. 7 પૈકી 4 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. આ સિવાય ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.

ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ 107 પશુઓના મોત થયા છે. તો 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદ અને વાવાઝોડાથી 12 સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા. જે તમામને પૂર્વવ્રત કરાયા છે. કુલ 1,023 વીજ થાંભલા  જમીનદોસ્ત થઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઇ હતી.

આ પણ વાંચો- જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6600 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદામાં પણ સૌથી વધુ અસર જોવા મળી હતી. મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરામાં ભારે નુકસાન થયુ હતુ. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો પ્રભાવિત થયો છે.

Next Video