હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, નર્મદામાં વાવાઝોડા સાથે, તો ડાંગના સાપુતારામાં થયો કરાનો વરસાદ- Video

|

May 12, 2024 | 10:32 PM

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટા આવ્યા છે. વડોદરા, ડાંગ , નર્મદા અને દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમા ડાંગના સાપુતારામાં પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો.

રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવ્યો છે. આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે. વરસાદી અસરને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક સ્થળે ગાજવીજ સાથે તો કેટલાક સ્થળે છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા છે.

રવિવારના રોજ હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. જેમા શિનોરના સાધલી, દિવેર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે કમોસમી વરસાદ પડ્યો.

આ તરફ ડાંગના સાપુતારા, સામગાહાન સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો. જો કે પ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી અને ઠંડકની અનુભૂતિ થઈ હયી. તો બીજી તરફ કેરીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ગ્રામ્યમાં સરીબાર, કોકમ અને મોહબી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, લીમડી, કારઠ, દેપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાના વાદળો ઘેરાયા હતા.

આ પણ વાંચો: IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

 

Published On - 10:29 pm, Sun, 12 May 24

Next Video