Aravalli: અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને સર્જાઈ હાલાકી, જુઓ વીડિયો
અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસાદ વરસસ્યો છે. છેલ્લા બે દિવસથી ભારે બફારો વર્તાઈ રહ્યો હતો, જ્યાં આજે બપોરના અરસા દરમિયાન વાતાવરણ ફરી એકવાર પલટાયુ હતુ અને વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તેમજ માલપુર પંથકમાં વરસાદ નોંધાયો હતો. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. મોડાસાના મોટી ઈસરોલ, ઉમેદપુર અને મરડિયા સહિકના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo
હાલમાં અરવલ્લી જિલ્લાના માર્ગો પરથી અંબાજી જતા પદયાત્રીઓ મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન વરસાદી માહોલ સર્જાતા પદયાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પદયાત્રીઓને વરસાદને લઈ હાલાકી સર્જાતા ભીંજાવાથી બચવા માટે પ્રયાસ કરતા પદયાત્રીઓ રસ્તા પર નજર આવતા દ્રશ્યો સર્જાયા હતા. જોકે હાલતો વરસાદને લઈ વિસ્તારમાં બફારા બાદ રાહત સર્જાઈ છે.