Bhavnagar : મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા, નદી કાંઠા પર આવેલી સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

Bhavnagar : મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા, નદી કાંઠા પર આવેલી સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 8:36 AM

ભારે વરસાદના કારણે મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. તો ગામમાં નદી કિનારે આવેલી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.

Bhavnagar : મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો છે. બગદાણા, કાળેલા, બોરડી, કોજળી, ઉમણીયાવદર, રૂપાવટી, કુંભણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. તો ગામમાં નદી કિનારે આવેલી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો Gujarati Video: ભાવનગરમાં વિકાસના વાયદા અધુરા, જનતા રિંગ રોડ જોવા આતુર, 17 વર્ષમાં માંડ 8 કિલોમીટરનું જ કામ થયુ પૂર્ણ

આ ઉપરાંત ભારે વરસાદના કારણે મહુવાથી તરેડ જતા રોડ પર આવેલ કોઝવે પર ઘૂંટણસમા પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. કોજળી ગામ જવાના રોડ પર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો પાણીના પ્રવાહમાં એક બળદ પણ તણાયાની ઘટના સામે આવી હતી.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">