AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, જામગર, અમરેલી, મહુવા, રાજુલા, દ્વારકામાં પડ્યો વરસાદ, ખેડૂતો ખુશખુશાલ

Saurashtra Rain: સમગ્ર ઓગષ્ટ મહિનાના મેઘરાજા જાણે વેકેશન પર ગયા હોય તેમ સતત એક મહિનો કોરોધાકોર રહ્યા બાદ હવે મેઘરાજાએ ફરી દસ્તક દીધી છે. જેમા સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેહુલિયો હેત વરસાવી રહ્યો છે. જેમા જામનગર, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 7:18 PM
Share

Rain Updates: રાજ્યમાં આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો અને વરસાદનો ક્યાંય છાંટોય જોવા મળ્યો હતો. ત્યારે ફરી સપ્ટેમ્બરમાં મેઘરાજા જાણે વેકેશન ગાળી ફરી જમાવટ કરવા આવી ગયા છે. જેમા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં હેત વરસાવી રહ્યા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો.

ભાવનગરના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તરામાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના કાલાવડ તેમજ આસપાસના ગામોમાં પણ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, રાજુલામાં પણ વરસાદ પડ્યો.

દ્વારકાના ખંભાળિયા સહિત વિસ્તારોમાં કાચા સોના સમાન સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે અને પાકને જીવતદાન મળ્યુ છે. આ તરફ વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. તો સુરત, માંગરોળ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ.

આ પણ વાંચો: Ahmedabad: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, કાર લોક થઈ જતા ગાડીમાં ફસાયુ બાળક- જુઓ Video

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">