Ahmedabad: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, કાર લોક થઈ જતા ગાડીમાં ફસાયુ બાળક- જુઓ Video
Ahmedabad: અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. કાર લોક થઈ જતા બાળક ગાડીમાં ફસાયુ હતુ. બાળકને કારમાં બેસાડી પિતા બહાર કોઈ ચીજવસ્તુ લેવા માટે ગયા હતા અને પછી જે થયુ તેનાથી થોડી મિનિટો માટે સહુ કોઈને ચિંતામાં મુકી દીધા. વાંચો
Ahmedabad: અમદાવાદમાં માતાપિતાઓ માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક બાળક કાર લોક થઈ જતા ગાડીમાં જ ફસાયુ હતુ અને લોક તોડવાની નોબત આવી હતી. પિતા બાળકને કારમાં બેસાડી બહાર કોઈ ચીજવસ્તુ લેવા નીકળ્યા હતા. જો કે ચાવી કારની અંદર જ હોવાથી બાળકે લોક કરી દેતા લોક ખુલી શક્યો ન હતો. અંતે ભારે જહેમત બાદ બાળકને કારમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યુ હતુ. ઘોડાસર નજીક આવેલ પી.ડી. પંડ્યા કોલેજ પાસે આ બનાવ બન્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad : રેલ મંત્રાલયે ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની આપી મંજૂરી
ચાવી બાળક પાસે હોવાથી ન ખુલી શક્યો લોક
કાર લોક થઈ જતા બાળક અંદર ફસાયુ હતુ અને પિતા બહાર મૂંજવણમાં મુકાયા હતા. પિતા ચાવી કારમાં રાખીને ગયા હોવાથી કાર લોક થઈ હતી અને ચાવી બાળક પાસે હોવાથી લોક ખુલી શક્યો ન હતો. ત્યારબાદ ભારે જહેમત બાદ બાળકને સહીસલામત બહાર કઢાયુ હતુ.
Input Credit- Harin Matrvadiya- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
