Rain Video: અમરેલીમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ગીરના ગામોમાં સાર્વત્રિક વરસાદ

|

Jul 09, 2024 | 1:44 PM

અમરેલી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર બેટીંગ શરૂ કરી છે અને અનરાધાર મેઘરાજા વરસી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ગીરના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્યમાં પણ વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા છે અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ગીરના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્યમાં વાવણીલાયક વરસાદ થયો છે. ખાંભા અને ગીરના ગામોમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. રબારિકા, સાળવા, પીપળિયા, પચપચિયા, આંલિયારા, દલડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે.

સવારથી જ મેઘરાજાએ જાફરાબાદ અને મેઘરાજાના ઘમરોળ્યુ છે. રાજુલાના કોવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજુલાના ચૌત્રા સહિત આસપાસના ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. કોવાયા ગામના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. ગામના રસ્તા પર પાણી ભરાઈ જતા નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

આ તરફ વડિયામાં ભારે વરસાદથી ચારેબાજુ પાણી ભરાયા છે. PGVCL રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. અરજણ સુખ, ખાખરીયા, મોરવાડા, ખાન-ખીજડીયામાં વરસાદ વરસી રહ્યો છે. અરજણ સુખમાં એક કલાકમાં આશરે એક ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

Next Video