Rain Video: સોરઠ પર મેઘરાજા કોપાયમાન, આભ ફાટ્યા જેવી સ્થિતિ, અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી
Junagadgh: જુનાગઢમાં મેઘરાજા કોપાયમાન થયા છે. સોરઠ પર મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ રૌદ્ર સ્વરૂપ વરસાવી રહ્યા છે અને આફતરૂપી વરસાદ સતત શરૂ છે. ત્યારે સોરઠવાસીઓ પણ હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
Junagadh: સોરઠમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જુનાગઢ શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. સમગ્ર શહેરે જાણે જળસમાધિ લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અગાઉ સોરઠવાસીઓએ મેઘાનું આવુ રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયુ નથી. અવિરત વરસાદને કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
કાળવા નદીનું પાણી શહેરમાં ફરી વળ્યુ
કાળવા નદીનું પાણી પણ સમગ્ર શહેરમાં ફરી વળતા શહેર દરીયામાં ફેરવાયુ છે. જેને લઈને મહંત ઈન્દ્રભારતીએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવા અપીલ કરી છે. લોકોને ઘર ન છોડવા અપીલ કરી છે.
જળહોનારત જેવી સ્થિતિથી લોકોના હાલ બેહાલ
સોરઠવાસીઓએ અગાઉ ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે આ પ્રકારનું મેઘતાંડવ જોવા મળશે. કુદરતના કેર સામે હાલ જુનાગઢવાસીઓ લાચાર બન્યા છે. બધુ જ નજર સામે બરબાદ થતુ જોવા મજબુર બન્યા છે. લોકોના હાલ બેહાલ બન્યા છે. જુનાગઢમાં કુદરત રૂઠી અને જળહોનારત જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
