Rain Video: સોરઠમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સક્કરબાગ ઝુમાં પાણી ભરાતા પ્રાણી સંગ્રહાલયના પશુ પંખીઓની કફોડી સ્થિતિ

Rain Video: સોરઠમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સક્કરબાગ ઝુમાં પાણી ભરાતા પ્રાણી સંગ્રહાલયના પશુ પંખીઓની કફોડી સ્થિતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 8:37 PM

Junagadh: જુનાગઢમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કાળવા નદીનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યુ છે. જુનાગઢમાં એકસાથે 14 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા માર્ગો દરિયા બન્યા છે.

Junagadh: જુનાગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે અને ધમધોકાર વરસી રહ્યા છે. સવારથી સાંજ સુધીમાં જુનાગઢમાં 14 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. અવિરત વરસાદને પગલે જુનાગઢ શહેર અને આસપાસના પંથકમાં પાણી ભરાયા છે. કાળવા નદીનું પાણી જુનાગઢ શહેરમાં ફરી વળતા શહેર જાણે દરિયો બની ગયુ છે. દરેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. સક્કરબાગ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. પ્રાણી સંગ્રહાલયમાં પણ પાણી ભરાઈ જતા અહીંના વન્ય જીવો અને પક્ષીઓ પર જોખમ તોળાઈ રહ્યુ છે.

આ પણ વાંચો: Junagadh: સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી, જુઓ Video

સોરઠની ધીંગી ધરા પર મેઘરાજાનું તાંડવ

આ તરફ જુનાગઢ શહેર બેટમાં ફેરવાયુ છે. ધસમસતા પાણીના પ્રવાહે સોરઠવાસીઓની ચિંતા વધારી છે. પાણીના પ્રવાહમાં અનેક કાર, બાઈક, કેબિન રેકડીઓ તણાઈ હતી. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકોને ઘરના ધાબા પર આશરો લેવા મજબુર બન્યા છે જો કે વરસાદ શરૂ હોવાથી લોકોની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે સોરઠની જનતા હવે મેઘતાંડવ બંધ થવા માટે પ્રાર્થના કરી રહી છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">