Rain Updates: રાજ્યના 85 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

| Edited By: | Updated on: Jul 21, 2023 | 11:44 PM

Rain Updates: રાજ્યના 85 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો. જેમા વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Weather Updates: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના 85 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમા 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો જ્યારે 10 તાલુકાઓમાં બે ઈંચથી વધુ અને 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો. જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, મોતીબાગ, ભવનાથ સહિતના વિસ્તારમાં વરસાદ પડયો. રોડ પર વરસાદી પાણી ભરાતા લોકો થયા પરેશાન.

દ્વારકા શહેરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ભદ્રકાળી ચોક સહિત આસપાસના વિસ્તારોની સ્થિતિ બેહાલ થઇ ગઇ છે. કેટલાક મજૂરો ગોડાઉનમાં ફસાતા જિલ્લા પોલીસે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં 4 ઇંચ વરસાદ પડતા નગરગેટ, નાવાપરા, જોધપુરગેટ, હરસિદ્ધિ મંદિર રોડ, સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં.

આ પણ વાંચો : Vadodara: પાદરામાં પ્રદુષિત જળસ્તર સુધારવા ભાભા એટેમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો વ્હારે આવ્યા, દૂષિત જળસ્તરવાળા વિસ્તારોની લીધી મુલાકાત

જામનગરના કાલાવડના સનાળા ગામમાં મૂશળધાર વરસાદથી સનાળા ગામ બેટમાં ફેરવાયું હતું. પોરબંદરમાં ધોધમાર વરસાદથી પોરબંદર-સોમનાથ હાઈવે પાણી પાણી થયો. લોકોના ઘર અને શેરીઓમાં પાણી ભરાતા લોકો થયા પરેશાન. રાજકોટના જામકંડોરણામાં જામદાદર ગામમાં નદીના પાણી ઘુસ્યા હતા..પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન થતા લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો