Banaskantha Rain : દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ, જુઓ Video

Banaskantha Rain : દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 3:43 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યાં જ આજે વહેલી સવારથી જ બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં મેઘ મહેર જોવા મળી છે. જરુરિયાતના સમયે જ વરસાદ વરસવાથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ઓછો વરસાદ વરસ્યો છે.

Rain In Banaskantha :  આજે વહેલી સવારથી જ બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં મેઘ મહેર જોવા મળી છે. જરુરિયાતના સમયે જ વરસાદ વરસવાથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ઓછો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી, કદવાલ, સુખસર, ફતેપુરા, લીમખેડા, દેવગઢબારિયા, ધાનપુર સહિતના તાલુકામાં વરસાદ પડયો હતો. વરસાદના પગલે ડાંગર, મકાઇ સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશ થયા હતા.

આ પણ વાંચો : Banaskantha: થરાદમાં નશામાં ધૂત રિક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત, TRB જવાન જાતે હંકારીને પોલીસ સ્ટેશન લઈ ગયો, જુઓ Video

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

  બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">