Banaskantha : ભાદરવી પૂનમના મહામેળામાં 35 લા઼ખ કરતા વધુ પદયાત્રિકો આવવાની સંભાવના, વહીવટી તંત્ર વ્યવસ્થામાં જોતરાયુ, જુઓ Video
પદયાત્રીઓને સુચારું રૂપથી સુવિધા મળી રહે તેને લઈને અંબાજી મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. લારી, ગલ્લા, પાટવાળાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ 150 જેટલા દબાણ દૂર કરાયા હતા. યાત્રિકોને અવર જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે કામગીરી કરવામાં આવી હતી.
Banaskantha : યાત્રાધામ અંબાજીમાં (Ambaji) આગામી 23 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે. જેમાં 35 લા઼ખ કરતા વધુ પદયાત્રિકો અંબાજી આવશે. તેને લઈ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
બીજી તરફ પદયાત્રીઓને સુચારું રૂપથી સુવિધા મળી રહે તેને લઈને અંબાજી મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. લારી, ગલ્લા, પાટવાળાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ 150 જેટલા દબાણ દૂર કરાયા હતા. યાત્રિકોને અવર જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે કામગીરી કરવામાં આવી હતી.
જોકે આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન મેળાના સ્થાનિક વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ક્યાંક દબાણ દૂર કરવાની કામગીરીમાં અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે રકઝક પણ જોવા મળી હતી. તો વેપારીઓએ અંબાજી પંચાયત ઉપર હજારો રૂપિયાના વ્યવહાર લીધા હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે આગામી સમયમાં પણ હજુ દબાણ ઝુંબેશ લંબાઈ શકે છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
