Anand Rain : બોરસદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળમગ્ન, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદના બોરસદમાં 7 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વાર પધરામણી કરી છે. બોરસદમાં 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદના બોરસદમાં 7 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વાર પધરામણી કરી છે. બોરસદમાં 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા છે. શંકર પાર્ક ચોકડી, વહેરા, કાવીઠા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહારાજ વિસ્તાર, અક્ષર નગર, પામોલ રોડ સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે.
વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ માંજલપુર, માંડવી, વીઆઈપી રોડમાં પણ પાણી ભરાયા છે. ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રીમાં પણ પાણી ફરી વળ્યા છે. અલ્કાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ કરાયુ છે.