Rain News : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ નર્મદાના સાગબારામાં 6 ઈંચ નોંધાયો, જુઓ Video

Rain News : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ નર્મદાના સાગબારામાં 6 ઈંચ નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2025 | 10:27 AM

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારામાં આશરે 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં 5.83 ઈંચ વરસાદ નોંધાયો છે.

તો સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં 5.83 ઈંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 57 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી વરસેલા ચોમાસાના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો કુલ 26.24 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. જ્યારે કે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની તો ભરૂચ, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ અહીં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો