અરવલ્લી જિલ્લામાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ, જુઓ Video
અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને મેઘરજ અને માલપુર તાલુકાઓમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ફરી સર્જાતા લોકોમાં આનંદ સાથે થોડી ચિંતા પણ જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને મેઘરજ અને માલપુર તાલુકાઓમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ફરી સર્જાતા લોકોમાં આનંદ સાથે થોડી ચિંતા પણ જોવા મળી રહી છે. મેઘરજ અને માલપુરના ગ્રામ્ય પંથકમાં સતત વરસતા વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે.
ખેતીવાડીઓને પાક નાશની ચિંતા
હાલનો વરસાદ ખેતી માટે લાભદાયી છે કે નુકસાનદાયી તે અંગે મંતવ્યો વિભાજિત છે, પણ સિઝનના અંતે થયેલા આ વરસાદથી કેટલાક ખેતીપાકોને નુકસાન પહોંચવાની આશંકા ઊભી થઈ છે. વિશેષ કરીને મગફળી અને સોયાબીન જેવા પાકો જ્યારે તૈયાર અવસ્થામાં હોય ત્યારે આવો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી ખેડૂતોમાં આ વાતને લઈ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 06, 2025 10:25 AM
