હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.