આજનું હવામાન : અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, જુઓ Video

આજનું હવામાન : અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, જુઓ Video

| Updated on: Aug 01, 2025 | 7:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગનું માનવામાં આવે તો શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગનું માનવામાં આવે તો શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું પણ અનુમાન સેવવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં પહેલી જૂનથી 31 જુલાઈ સુધી ગત વર્ષની સરખામણીએ 27 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતના અનેક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે હશે. છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો